Tuesday, December 3, 2013

One Minute !

પાણી વગર હોડી ના ચાલી શકે એ હકીકત છે પણ હોડીમાં પાણી આવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. પૈસા વગર સારી રીતે ના જીવાય એ હકીકત છે, પણ પૈસો માણસને નમાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. કદરૂપતા માણસને નથી ગમતી એ હકીકત છે, પણ રૂપ માનવીને ફસાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. સંબંધ વિના માનવી અધુરો છે એ હકીકત છે, પણ પોતાનું માણસ રડાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. વિશ્વાસ રાખ્યા વગર ચાલતું નથી એ હકીકત છે, પણ કોઈ ખોટો લાભ ઉઠાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. કોઈ માણસ પોતે સર્વજ્ઞાની નથી એ હકીકત છે, પણ કોઈ અધુરો બહુ છલકાઈ જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે...

No comments:

Post a Comment

GETCO Paper

GETCO 2015 Paper